ડીસા અને બનાસકાંઠાના ઉદ્યોગસાહસિકો માટે GST રજિસ્ટ્રેશન એ વ્યવસાયના વિકાસ માટેનું પ્રથમ પગલું છે. ભલે તમે એકલા વ્યવસાય ચલાવતા હોવ (Individual) કે ભાગીદારીમાં (Partnership), આ ગાઇડ તમને તમામ જરૂરી દસ્તાવેજોની સચોટ માહિતી આપશે.
૧. વ્યક્તિગત માલિકી (Individual/Proprietor)
પ્રોપ્રાઇટર માટે જરૂરી દસ્તાવેજો
PAN Card
માલિકનું પોતાનું પાન કાર્ડ. બિઝનેસનું નામ અલગ હોવા છતાં પાન કાર્ડ માલિકનું જ વપરાશે.
Aadhaar Card
આધાર કાર્ડ અને તેની સાથે લિંક થયેલો સક્રિય મોબાઈલ નંબર OTP વેરીફિકેશન માટે અનિવાર્ય છે.
Photo & Sign
માલિકનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સફેદ કાગળ પર કરેલી સ્પષ્ટ સહીની સ્કેન કોપી.
Bank Details
સેવિંગ કે કરન્ટ એકાઉન્ટનો કેન્સલ ચેક અથવા પાસબુકનું પ્રથમ પાનું જેમાં નામ અને IFSC દેખાય.
૨. ભાગીદારી પેઢી (Partnership Firm)
પેઢી માટે વધારાના દસ્તાવેજો
Firm PAN Card
ભાગીદારી પેઢીના નામે અલગથી કઢાવેલું પાન કાર્ડ રજૂ કરવું ફરજિયાત છે.
Partnership Deed
નોટરાઈઝ્ડ ભાગીદારી કરાર (Deed) ના તમામ પાનાની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે.
Partners Detail
તમામ ભાગીદારોના પાન કાર્ડ, આધાર કાર્ડ અને ફોટોગ્રાફ્સ તૈયાર રાખવા.
Auth. Signatory
મુખ્ય ભાગીદારને સત્તા આપતો લેટર (Letter of Authorization) જેના પર બધા પાર્ટનર્સની સહી હોય.
૩. બિઝનેસ એડ્રેસ પ્રૂફ (બધા માટે)
લાઈટ બિલ (Electricity Bill)છેલ્લા ૨ મહિનાનું બિલ, તમામ પેજ સાથે (જો બિલ માલિકના નામે ન હોય તો NOC જરૂરી).
ભાડા કરાર (Rent Agreement)જો જગ્યા ભાડે હોય તો ₹૩૦૦ કે તેથી વધુના સ્ટેમ્પ પેપર પર થયેલો નોટરાઈઝ્ડ કરાર.
વેરા રસીદ / ઇન્ડેક્સ-૨ (Property Tax)જો પોતાની માલિકીની જગ્યા હોય તો નગરપાલિકાની વેરા રસીદ અથવા ઇન્ડેક્સની નકલ.
સંમતિ પત્ર (NOC)જો જગ્યા પિતા કે સંબંધીના નામે હોય અને ભાડું ન ચૂકવતા હોવ તો માલિકનું NOC લેટર.
ખાસ ધ્યાન રાખો: GST અધિકારીઓ હવે સરનામાની ચકાસણી ખૂબ કડક રીતે કરે છે. લાઈટ બિલમાં જે સરનામું હોય તે જ બેઠું GST ફોર્મમાં લખવું, જેથી ક્વેરી (Query) આવવાની શક્યતા ઘટી જાય.
💡 પ્રોફેશનલ ટિપ્સ (Expert Advice)
દસ્તાવેજો હંમેશા ઓરિજિનલમાંથી જ સ્કેન કરવા, ઝેરોક્ષની કોપી ન વાપરવી.
દરેક ફાઈલની સાઇઝ ૧ MB થી ઓછી રાખવી જેથી અપલોડમાં ભૂલ ના આવે.
બિઝનેસના નામમાં (Trade Name) સ્પેલિંગની ભૂલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી તમારા પોતાના જ આપવા જેથી ભવિષ્યમાં તકલીફ ના પડે.