મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એ તમારા ભવિષ્યની નાણાકીય સુરક્ષા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા હવે સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ છે. રોકાણ શરૂ કરવા માટે નીચે મુજબના દસ્તાવેજો તૈયાર રાખવા વિનંતી.
૧. પ્રાથમિક દસ્તાવેજો (KYC Documents)
ID PAN Card
રોકાણકારનું પાન કાર્ડ અનિવાર્ય છે. તેના વગર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શક્ય નથી.
AD Aadhaar Card
ઓળખ અને સરનામાના પુરાવા માટે આધાર કાર્ડ. નામ અને જન્મતારીખ આધાર મુજબ હોવી જોઈએ.
SG Signature
સફેદ કાગળ પર કરેલી તમારી સત્તાવાર સહીનો નમૂનો.
૨. બેંક અને ડિજિટલ વિગતો
બેંક એકાઉન્ટ પુરાવો (Bank Proof)કેન્સલ ચેક અથવા પાસબુકનું પ્રથમ પેજ જેમાં તમારું નામ, એકાઉન્ટ નંબર અને IFSC કોડ સ્પષ્ટ દેખાતા હોય.
સક્રિય મોબાઈલ નંબર (Mobile Number)તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર હોવો જોઈએ, કારણ કે OTP વેરિફિકેશન તેના પર જ આવશે.
ઈમેઈલ આઈડી (Email Address)તમારા પોર્ટફોલિયોના સ્ટેટમેન્ટ્સ અને અન્ય અપડેટ્સ મેળવવા માટે સક્રિય ઈમેઈલ આઈડી જરૂરી છે.
૩. વારસદારની વિગત (Nominee Detail)
અગત્યનું: તમારા રોકાણની સુરક્ષા માટે નોમિની (વારસદાર) ઉમેરવો ખૂબ જ જરૂરી છે. નોમિની તરીકે તમે માતા-પિતા, પત્ની કે સંતાનનું નામ આપી શકો છો. તેમના પાન કાર્ડની વિગતો પણ સાથે રાખવી.
💡 રોકાણકારો માટે ખાસ ટિપ્સ
બધા દસ્તાવેજો ઓરિજિનલમાંથી સ્કેન કરો જેથી KYC રિજેક્ટ ન થાય.
પાન કાર્ડ અને આધાર કાર્ડમાં નામની વિગતો એકસરખી હોવી જોઈએ.
SIP શરૂ કરવા માટે બેંકમાં ઓટો-ડેબિટ (NACH) સુવિધા સક્રિય રાખવી.
તમારા મોબાઈલ અને ઈમેઈલ ક્યારેય બદલવા નહીં જેથી રેકોર્ડ જળવાઈ રહે.