ભારત સરકાર દ્વારા 1 એપ્રિલ 2026 થી Income Tax Act, 2025 અમલમાં મૂકવામાં આવશે. આ સાથે જ વર્ષ 1961 નો જૂનો કાયદો બદલાઈ જશે. ડીસા અને બનાસકાંઠાના વેપારીઓ માટે આ ફેરફાર અત્યંત મહત્વનો છે કારણ કે અત્યાર સુધી તમે જે કલમો (Sections) વાપરતા હતા તેના નંબર અને ટેક્સના દરો (Rates) માં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે.
અમે એક ખાસ સર્ચ ટૂલ બનાવ્યું છે જેના દ્વારા તમે 194C, 194H જેવા જૂના સેક્શન નાખીને નવા 2025 એક્ટની કલમ અને રેટ જાણી શકશો.
મેપિંગ ટૂલ ઓપન કરવા અહીં ક્લિક કરો ➜ડીસામાં બટાકાના વેપાર સાથે જોડાયેલા લોકો જે ટ્રાન્સપોર્ટ, લેબર કોન્ટ્રાક્ટ અથવા કોલ્ડ સ્ટોરેજનું ભાડું (Storage Charges) ચૂકવે છે, તેઓ અત્યાર સુધી 194C હેઠળ ટેક્સ કાપતા હતા. હવે 1 એપ્રિલ 2026 થી આ તમામ પેમેન્ટ્સ નવી કલમ Section 393(1) [Sl. No. 6] તરીકે ઓળખાશે.
બનાસકાંઠાના વેપારીઓ માટે સૌથી મોટા સમાચાર એ છે કે કમિશન અથવા બ્રોકરેજ (અગાઉ 194H) પર લાગતો 5% ટેક્સ હવે ઘટાડીને માત્ર 2% કરી દેવામાં આવ્યો છે. નવી કલમ 393(1) [Sl. No. 1(ii)] હેઠળ આ લાભ મળશે.
પ્રોફેશનલ ફી માટે રેટ હજુ પણ 10% છે (કલમ 393(1) [Sl. 6(iii)]), પરંતુ જો તે 'Technical Services' હોય તો રેટ 2% રહેશે.
તમારે 1 એપ્રિલ 2026 પછીના તમામ વ્યવહારો અને બિલોમાં નવી કલમોનો જ ઉલ્લેખ કરવો પડશે.